Zee એન્ટરટેઇનમેન્ટ અને ડિઝની સ્ટારે આઇસીસી મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટના ટીવી રાઇટ્સ માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતિ અનુસાર ડિઝની સ્ટાર જી એન્ટરટેઇનમેન્ટને ચાર વર્ષ (2024-2027)ના સમય માટે આઇસીસી મેન્સ ટૂર્નામેન્ટના ટીવી રાઇટ્સનું લાઇસન્સ આપશે. જેનો અર્થ એવો થયો કે હવે જી 2024-2027 સત્ર માટે ભારતમાં ટીવી પર આઇસીસી મેન્સ ઇવેન્ટનું પ્રસારણ કરશે, જ્યારે ડિઝની સ્ટાર ઓટીટી પ્લેટફોર્મ પર મેચ બતાવશે.આ મહિને ડિઝની સ્ટારે ખરીદ્યા હતા રાઇટ્સડિઝની સ્ટાર અને ઝીએ કહ્યુ કે આઇસીસીએ તેમની સમજૂતિને સૈદ્ધાંતિક રીતે સ્વીકૃતિ આપી દીધી છે.
મહત્વપૂર્ણ છે કે 26 ઓગસ્ટે ડિઝની સ્ટારે 2023-2027 સત્ર માટે 3 બિલિયન ડૉલરમાં ICC ટૂર્નામેન્ટ પ્રસારણના અધિકારને પોતાની પાસે રાખ્યા હતા. આ એગ્રીમેન્ટમાં મેન્સ અને મહિલાઓની આઇસીસી ટૂર્નામેન્ટ માટે ડિઝિટલ અને ટેલીવિજન બન્નેના રાઇટ્સ સામેલ હતા. 2024-27ના સમયમાં આઇસીસીની ચાર મેન્સ ઇવેન્ટ થવાની છે જેમાં બે ટી-20 વર્લ્ડકપ (2024 અને 2026), 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને વન ડે વર્લ્ડકપ 2027 સામેલ છે.ઝીના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજમેન્ટ ડિરેક્ટર પુનીત ગોયન્કાએ કહ્યુ કે આ સમજૂતિ ભારતમાં રમતના બિઝનેસને સંચાલન માટે એક રણનીતિક દ્રષ્ટીને બતાવે છે.