સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘવિરામની સ્થિતિ વચ્ચે નવી ખરિફ સીઝન દેખાવા લાગી હોય તેમ ખાદ્યતેલોના ભાવો ઝડપથી ગગડવા લાગ્યા છે. આજે પણ સીંગતેલ, કપાસિયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘી, સોયાબીન વગેરે વધુ તૂટ્યા હતા. તેલબજારના વેપારી વર્તુળોના કહેવા પ્રમાણે ચોમાસાની વિદાયને આડે હજુ એક મહિનો બાકી છે અને વરસાદના વધુ રાઉન્ડ આવવાની શક્યતાનો ઇન્કાર થઇ શકે
તેમ નથી છતાં ‘માગ્યા મેહ’ વરસ્યા હોય તેમ સારા વરસાદથી ખરિફ પાકનું ચિત્ર ઉજળુ ગણાવાય છે. એકાદ પખવાડિયાથી વરાપ હોવાથી ફરી વરસાદનો રાઉન્ડ પાક માટે ફળદાયક જ બની રહે તેમ છે એટલે ઉત્પાદન વધી શકે. આગોતરા વાવેતરનો માલ પણ આવવા લાગ્યો છે. રાજકોટ જેવા કેટલાક સેન્ટરોમાં કપાસ-મગફળીનો નવો પાક આવવા જ લાગ્યો છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે નવી મગફળીની 200 ગુણીથી વધુની આવક થઇ હતી.
ખાદ્યતેલોમાં સતત ગાબડા: આજે વધુ રૂા.20-20નો ભાવઘટાડો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_a1797437d6782da0017ee2922e18601c.jpg)