રાજ્યના ખેડા જિલ્લા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસે હતા જયાં તેમણે વિવિધ વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ હાજરી આપવાના હતા જે મોટી સંખ્યામાં મુખ્યમંત્રીના આ કાર્યક્રમ લોકો સભાસ્થળે પહોંચ્યા હતા ત્યાં એક કલ્પના સોલંકી નામની મહિલાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી રૂબરૂ મળવાની જીદ સામે આવી હતી જંયા મોબાઇલ લૂંટને ફરિયાદને લઇ મુખ્યમંત્રીને રૂબર મળી પોતાની ફરિયાદ કરવા જણાવ્યુ હતું. જીદ પર ચડેલી મહિલાને બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી દ્રારા સમજાવામાં આવ્યુ જો કે અંતે મહિલા ન સમજતા બંદોબસ્ત ઉભેલી પોલીસે સભાસ્થળેથી દુર લઇ ગઇ હતી

જયાં મહિલાએ પોતાની સાથે થયેલી ઘટના જણાવી હતી કે મારા મોબાઇલની લૂંટ થઇ હતી જેં અંગે પોલીસને જાણ કરતા પોલીસકર્મી જણાવ્યુ કે હું 100 નંબર ઇમરજન્સીમાં છું મારા અંડરમાં ના આવે જેમાં મહિલા દ્રારા પોલીસકર્મી પર પીધેલો હોવાનો આરોપ કર્યા હતા 5 દિવસથી મને ધક્કા ખવડામાં આવી રહ્યા છે કહે છે સાહેબ બંદોબસ્તમાં છે 5 દિવસ પહેલા વલ્લભનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે છતાય કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઇ છેવટે હું સભાસ્થળે આવી છું 3 જણા બાઇક પર હતા અને ફોન આંચકીને લઇ ગયા હતા.