ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે તે મેદાનની બહાર ચાલી રહેલા અફવાઓ ઉપર ધ્યાન નથી આપતો અને તેનું પુરૂ ધ્યાન એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં દેશ માટે સારૂ પ્રદર્શન કરવા પર છે. મહત્વપૂર્ણ છે કે જાડેજાએ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં બેટથી સારૂ પ્રદર્શન કરતા 35 રન બનાવ્યા હતા. જાડેજા અને હાર્દિક પંડ્યાની ઇનિંગની મદદથી ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યુ હતુ.રવિન્દ્ર જાડેજાએ હૉંગકોંગ વિરૂદ્ધ મેચ પહેલા કહ્યુ, તમને એક સામાન્ય ઉદાહરણ (અફવા)નો ઉલ્લેખ કર્યો કે હું વર્લ્ડકપ માટે ઉપલબ્ધ નહી રહુ, વચ્ચે એક અફવા ફેલાઇ હતી કે હું મરી ગયો છું, તેનાથી મોટી અફવા કઇ નથી હોઇ શકતી. હું આ બધી અફવા અંગે વિચારતો નથી. હું મેદાન પર જવા, રમવા અને દેશ માટે સારૂ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરૂ છુ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ટીમનું ધ્યાન હૉંગકોંગ સામે મેચ પરરવિન્દ્ર જાડેજાએ એશિયા કપને લઇને કહ્યુ, ભારત ટી-20 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે પરંતુ અત્યારે હૉંગકોંગ વિરૂદ્ધ આગામી મેચ અને પછી સુપર-4 સ્ટેજ પર બધાનુ ધ્યાન છે. જાડેજાએ કહ્યુ, અમે સકારાત્મક ક્રિકેટ રમવા માંગીએ છીએ અને દરેક રમતમાં પોતાનો સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશુ. અમારૂ ધ્યાન હૉંગકોંગ વિરૂદ્ધ મેચ પર છે, તે બાદ અમે જોઇશુ કે કઇ ટીમ વિરૂદ્ધ રમવુ છે. જો ભારત બુધવારે હૉંગકોંગને હરાવી દે છે તો સુપર-4માં તેની જગ્યા પાક્કી થઇ જશે.ચેન્નાઇનો સાથ છોડશે જાડેજા!રવિન્દ્ર જાડેજાના આઇપીએલ ફ્યૂચરને લઇને પણ અટકળો લાગી રહી છે કારણ કે આઇપીએલ 2022માં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ ઓલરાઉન્ડરનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ.

જાડેજાને આઇપીએલ 2022ની શરૂઆતના બે દિવસ પહેલા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને ટૂર્નામેન્ટ વચ્ચે જ કેપ્ટન્સી છોડવી પડી હતી. બાદમાં ઇજાને કારણે તે આઇપીએલની કેટલીક મેચમાં બહાર થઇ ગયો હતો. ઇજામાંથી સ્વસ્થ થયા બાદ જાડેજાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાઉથમ્પટન ટેસ્ટ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી અને ત્યારથી તે ભારત માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે