ગુજરાત એસ.ટીનું સ્લોગન છે સલામત સવારી એસ.ટી અમારી પરંતુ છેલ્લા ઘણા સમયથી એસ.ટીની સવારી જ સલામત ન હોય તેવું ચોક્સપણે લાગી રહ્યું છે. અવારનવાર એસ.ટીની બસોના અકસ્માત સર્જાઈ છે ત્યારે વધુ એક એસ.ટી બસનો અકસ્માત થયો હતો જેમાં ડ્રાઈવરે એસ.ટીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કચ્છના કુકમા ગામના બસ સ્ટેશન પાસે એસ.ટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા, કાર, બાઈક સહિતના વાહનોને અડફેટે લીધા
આ અકસ્માતમાં એક બાઈક ચાલાકનું મોત થયું હતું.આ ઘટનાની વિગત પ્રમાણે કચ્છના કુકમા ગામની એસ.ટી બસ કે જે બસ સ્ટેન્ડ પાસે જ પહોંચ્યા પહેલા જ બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા, કાર, બાઈક, એક્ટિવા સહીતના વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે હડફેટે આવેલા બાઈક ચાલકનું મોત થયું હતું જયારે અન્ય વાહનોને મોટું નુકશાન થયું હતું.
આ બેકાબુ બસ માતેલા સાંઢની જેમ દુકાનોમાં ઘુસી જતા પાંચ કરતા વધારે દુકાનોને નુકસાન થયું છે. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ખભરાના યુવાનનું ગંભીર રીતે ઘાયલ થતા મોટ નીપજ્યું હતું. આ ઘટનામાં 25થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.