ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટા સમાચાર છે. હવેથી તમે ટ્રેનમાં બેસીને વોટ્સએપની મદદથી ટ્રેનમાં ભોજન ઓનલાઈન ઓર્ડર કરી શકશો. ભારતીય રેલ્વેની શાખા IRCTCએ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ સુવિધા શરૂ કરી છે, જેમાં મુસાફરો PNR નંબરનો ઉપયોગ કરીને વોટ્સએપ પરથી જ ટ્રેનમાં ફૂડ ઓર્ડર કરી શકશે. આ ચેટબોટ સેવા માટે, IRCTCની ફૂડ ડિલિવરી સેવા Zoop એ Jio Haptic સાથે ભાગીદારી કરી છે.
ઓર્ડર ફક્ત WhatsApp દ્વારા જ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે IRCTCની આ સુવિધા માટે યાત્રીઓએ કોઈ એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી, તેમણે માત્ર તેમના PNR નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. ઝૂપની મદદથી મુસાફરો વોટ્સએપ ચેટ પર અનુકૂળતા મુજબ કોઈપણ સ્ટેશન પરથી ફૂડ ઓર્ડર કરી શકે છે. આ સાથે મુસાફરોને વ્હોટ્સએપ ચેટ દ્વારા રિયલ ટાઈમ ફૂડ ટ્રેકિંગ, ફીડબેક અને હેલ્પલાઈનનો સપોર્ટ પણ મળશે. આ સુવિધા 100થી વધુ રેલવે સ્ટેશનો માટે શરૂ કરવામાં આવી છે. સાથે જ તમારી પાસે વેજ અને નોન-વેજ બંને ફૂડ ઓર્ડર કરવાની સુવિધા છે.
ખોરાક કેવી રીતે ઓર્ડર કરવો
ટ્રેનમાં તમારી સીટ પર ભોજનનો ઓર્ડર આપવા માટે તમારે +917042062070 નંબર પર મેસેજ કરવો પડશે. આ પછી તમારે દસ અંકનો PNR નંબર ટાઈપ કરવાનો રહેશે. આ પછી, તમારે રેસ્ટોરન્ટ પસંદ કરવાનું રહેશે અને તમે જે ફૂડ ઓર્ડર કરવા માંગો છો તેની માહિતી આપવી પડશે. તે પછી તમે પેમેન્ટ કરીને ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. આ પછી, તમે WhatsApp ચેટમાંથી જ રીઅલ-ટાઇમ ફૂડ ટ્રેકિંગ અને ફીડબેક ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો