શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મનઃપ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા - ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાનાં કામે નાસતા - ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પેરોલ / ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અંગે માહિતી મેળવી પકડી પાડી , જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આ આવેલ જે અનુસંઘાને શ્રી એસ.એમ.સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જે અન્વયે એસ ઓ જી.ટીમએ ચોક્કસ બાતમી આધારે અમરેલી શહેર ખાતેથી અમરેલી જીલ્લાનાં રાજુલા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી- ઇલ્યાસ ઉર્ફે ઇલુ હારૂનભાઇ માંડલીયા ઉ.વ -૨૭ ધંધો - મજુરી રે અમરેલી બહારાપરા નાના ખાટકીવાડ તા.જી.અમરેલી.પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ( ૧ ) રાજુલા પો.સ્ટે . , પાર્ટ - બી -૧૧૧૯૩૦૫૦૨૨૦૭૦૨ / ૨૦૨૨ , NDPS એકટની કલમ એકટની કલમ ૨૦ ( બી ) ( ૨ ) ( બી ) , ૨૯ મુજબનાં ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપી મહિલાએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે , મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપી બહેનને ગાંજો બહાર થી લઇ આપતો હતો . આ ઉપરાંત ( ૨ ) અમરેલી સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં. - ૦૦૬૨ / ૨૦૧૪ IPC કલમ -૩૮૦,૪૫૭ મુજબ , ( 3 ) અમરેલી સીટી પો.સ્ટે . , પ્રોહી .૦૧૦૧ / ૨૦૧૬ , પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૮૫ ( ૧ ) ૩ મુજબ , ( ૪ ) અમરેલી સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં. - ૦૦૬૦ / ૨૦૧૯ IPC કલમ -૩૨૪ , જી.પી.એક્ટ કલમ -૧૩૫ , મુજબ . ( ૫ ) અમરેલી સીટી પો.સ્ટે . , પ્રોહી .૦૩૮૦ / ૨૦૧૯ , પ્રોહી કલમ -૮૫ મુજબ . ( ૬ ) અમરેલી સીટી પો.સ્ટે . , પ્રોહી .૧૧૯૦૮૨૦૨૧ , પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , મુજબ , આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ , સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્કડ પો.સ.ઈ. એસ.ઓ.જી. , તથા એસ.ઓ.જી.ટીમને રાજુલા પો.સ્ટે . નાં એન.ડી.પી.એસ.ગુનાનાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી