જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના એચ.એસ. પ્રણોય પ્રી-ક્વાર્ટરની ફાઇનલમાં પહોંચી ગયો છે. ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં હોંગકોંગના આંગ કાલોંગ એંગસ ઈજાના કારણે મેચમાંથી ખસી ગયો હતો. તે સમયે પ્રણય પ્રથમ ગેમમાં 11-10થી આગળ હતો.
કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા લક્ષ્યસેન જાપાનના કેન્ટા નિશિમોટો સાથે આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. કિદામ્બી શ્રીકાંત આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કરશે. પુરુષ ડબલ્સમાં એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની જોડી પણ પ્રથમ મેચ રમશે.
મહિલા ડબલ્સમાં અશ્વિની ભટ્ટ અને શિખા ગૌતમની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા સિંગલ્સમાં સાઇના નેહવાલ તેના અભિયાનની શરૂઆત કરશે જ્યારે મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી આજે રમશે.