અમદાવાદ શહેરનું ગૌરવ વધારતા અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા અટલ ફૂટ ઓવર બ્રિજને 27મી ઓગસ્ટના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અટલ ફૂટ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન 27 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન પીએમ મોદીએ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલ બ્રિજ જોવા માટે પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કર્યા છે. જેમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી ઉપરના બાળકો માટે 30 રૂપિયા અને 60 વર્ષથી ઉપરના બાળકો માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ બ્રિજ જોવાનો સમય સવારે 9 થી રાત્રે 9 નો છે.
ખાસ વાત એ છે કે આ બ્રિજ પર દિવ્યાંગો માટે એન્ટ્રી ફ્રી છે, જ્યારે ટિકિટ ખરીદ્યા પછી પણ વ્યક્તિ ત્યાં માત્ર 30 મિનિટ રોકાઈ શકે છે. અમદાવાદમાં સાબરમતી નદી પરનો આ પ્રખ્યાત ફૂટ ઓવર બ્રિજ પતંગો અને ઉત્તરાયણની ઉજવણીથી પ્રેરિત છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે