ગતરોજ ધરમપુર તાલુકા ખાતે ડેપો મેનેજરશ્રીને ખટાણા ગામે આવતી બસના ટાઈમ બાબતે વિધાર્થીઓને પડતી તકલીફ બાબતે અને કપરાડા તાલુકાના ગામોમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

બસની ટાઈમસર ન આવવાના કારણે વિદ્યાર્થીઓ અગવડતા પડી રહી છે જેણે લઈને ઉગ્ર વાતાવરણ ઊભું થવાની શક્યતા લાગી રહી છે ત્યારે ધરમપુર તાલુકાના વિધાર્થીઓ અને કપરાડા તાલુકાના સામાજિક આગેવાનો સાથે લેખિતમાં રજૂઆત કરાઈ છે જો આ જ સ્થિતિ આગળ પ રહી તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર તાલ જ છે એમ વાલીઓએ પણ સમજવું.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવ્યું કે આ બહેરું વહીવટીતંત્રના કાન ઉઘાડવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓ તો અવાજ ઉઠાવી જ રહ્યા છે પણ હવે પોતાના બાળકો બહેતર ભવિષ્ય વિષે માં-બાપ એ પણ આગળ આવી અવાજ ઉઠાવવો પડશે તો આ નફફટ તંત્રની શાન ઠેકાણે આવશે.