શિક્ષણના ધામમાં પણ દીકરીઓ નથી સુરક્ષિત, ખાનવેલની અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થિની સાથે બે શિક્ષકોએ આચર્યુ દુષ્કર્મ

વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતી

મુંબઇની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

વલસાડ જિલ્લાને અડીના આવેલા દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની મિશનરી ખાનગી શાળામાં એક 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાના પરિવારના સભ્યોએ મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના પોલીસ મથકે શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીની ઉપર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રીફર થતા સેલવાસ પોલીસે તાત્કાલિક શાળાના મેનેજર ને શિક્ષકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.