નીતિનભાઈ પટેલ ઉપમુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ એ લાખો યુવાન બેરોઝગારો ને નોકરી આપશે તેવા વચનો આપ્યા હતા તે પુરા ના કરતાં ગાય માતા એ નીતિનકાકા ને અડફેટે લીધા : આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત વિધાનસભા ચૂંટણી નું રણસિંઘુ ફૂંકાઈ ગયું છે, કાઉન્ટ ડાઉન શરૂ થતાજ રાજકારણ ના વાતાવરણ માં ગર્મી પેદા થઇ ગઈ છે.

આપ નેતા યુવરાજસિંહ એ કોઈ સભામાં ગુજરાતનાં ઉપમુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ નું નામ લઇ એમ કહ્યું હતું કે જયારે નીતિન કાકા નાનામંત્રી હતા ત્યારે તેઓ એ ગુજરાતનાં યુવાનો ને લાખો નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું તે રોઝગાર નો વાયદો પૂરો ના કરતા ગાય માતાનો પ્રકોપ નડ્યો, આ વાત પર વાતાવરણે ગર્મી પકડી લેતા નીતિનભાઈ પટેલ એ વિડિઓ બનાવી સ્પષ્ટતા કરતા કહ્યું કે આપના નવા લબર મૂછીયા નેતા યુવરાજસિંહ એ મારી પર ખોટા આક્ષેપો કર્યા છે, મેં ફક્ત 2 લાખ નોકરીઓ 5 વર્ષ દરમિયાન આપવાનું વચન આપ્યું હતું જેને ફક્ત 2 વર્ષ પુરા થયા છે અને એક લાખ થી વધુ નોકરીઓ આપી ચુક્યા છે અને હમારી સરકાર બાકીના વર્ષોમાં રોઝગાંરીની તકો વધારી રોઝગાર આપશે,

પરંતુ આપના નેતા ઓ જે રેવડી ક્લચર ઉભું કર્યું છે તે ફક્ત વાયદા બઝાર છે, જે ચૂંટણીમાં બધા પક્ષો પોત પોતાની રીતે પ્રજાને વાયદાઓ ની લ્હાણી કરાવતા હોય છે,2022 માં આ લ્હાણી શબ્દ ને નવું નામ રેવડી આપવામાં આવ્યું છે, નીતિન કાકાની બોડી લેન્ગવેજ થી લાગી આવતું હતું કે તેઓ જલ્દી સાજા થઇ ને ચૂંટણીમાં કૂદી પડવા એકદમ આતુર છે, તેઓ એ આપ નેતા યુવરાજસિંહ ના બયાન ને તુચ્છ અને નિમ્ન કક્ષા નું ગણાવ્યું હતું અને પોતાની વેદના વ્યક્ત કરી વિરોધી નેતાઓ ને માપમાં રહેવાનો ઈશારો પણ કરી દીધો હતો.

નીતિનભાઈ પટેલે વિડિઓ બહાર પાડ્યા પછી આક્ષેપ પ્રતિઆક્ષેપ નો દોર ચાલુ થઈ જાતા યુવરાજસિંહ જાડેજા એ તેમને બે વરસ માં લાખો ના બદલે ગણતરી ની કહીં શકાય તેટલી રોજગારીજ આપી ભાજપે પ્રજા સાથે છેતરપિંડી કરી છે તેવો આક્ષેપ કરી ડિબેટ માટે ચેલેન્જ કરી હતી.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર