પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી (માટીના) ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.કોરોનાકાળમાં આપણે સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. ત્યારે જ આપણને શ્રેષ્ઠત્તમ વાતાવરમાં ઓક્સિજન , શુધ્ધ પાણી અને હવા મળી રહે અને જેના થકી આરોગ્યપ્રદ જીવન જીવી શકાય.

શ્રાવણ માસની પૂર્ણાહૂતિ બાદ શ્રદ્ધાળુઓ વિધ્નહર્તાને આવકારવા થનગની રહ્યા છે. રાજ્યભરમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન પર્યાવરણ અને આરોગ્યને શ્રેષ્ઠ અને ઉત્તમ રાખવા અનિવાર્ય છે.

પી.ઓ.પી.ની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે.

ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.

ઇકો ફ્રેન્ડલી ગણપતિને સુંદર બનાવવા માટે કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી

સ્થિતિમાં પાણીના દૂષિત થવાનો અને અન્ય કોઇપણ પ્રકારની બીમારી ફેલાવવાનો ભય ઓછો રહે છે.

પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો

સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પી.ઓ.પી.માંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે.

મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે. દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની

સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર ઘર સુધી પહોંચે છે.

 આ ગણેશોત્સવે પર્યાવરણનું જતન કરવા ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા સંકલ્પબદ્ધ બનીએ.