અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.તિવારી નાઓની સુચના અને માર્ગદશન મળેલ બાતમીના આધારે હેઠળ હેડ કોન્સ. રાજપાલસિંહ સહિત અલંગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખદરપર ગામે વાડી વિસ્તારમાંથી રાત્રીના સમયે જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા પાના વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ ભરતભાઇ કાળુભાઇ દેસાઇ ઉ.વ.૪૦ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર,વીઠ્ઠલભાઇ તેજાભાઇ વાઘેલા ઉ.વ.૪૨ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર,મુકેશભાઇ પોપટભાઇ ડાભી ઉ.વ.૨૮ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર  

ત્રણ ઇસમોને સાથે રોકડ રૂપિયા ૧૦,૬૦૦/- મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો.