ગુનાની વિગત - મહે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા કુલ -૦૪ પતાપ્રેમીઓને રોકડા ૩,૧૦,૪૫૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે , માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) જીવણભાઇ દાનાભાઇ બાળધીયા ( ૨ ) જગદીશભાઇ રાણાભાઇ મકવાણા ( ૩ ) પરબતભાઇ વીરાભાઇ શિયાળ ( ૪ ) ભરતભાઇ જીણાભાઇ સરવૈયા રહે.તમામ રાજુલા જિ.અમરેલી

 રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી