ઉના ભાવનગર હાઇવે પર આવેલ નાઠેજ પાસે પુલ નજીક પુરપાટ ઝડપે આવતો ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર વૃધ્ધા મહીલાનું મોત નિપજ્યુ હતું. જ્યારે મૃતક વૃધ્ધાના દિકરા તેમજ બાળકીને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પ્રાપ્ત વિગત મુજબ રમેશપરી કાનપરી ગોસ્વામી પોતાની બાઇક પર તેમની માતા મંગુબેન કાનપરી ગોસ્વામી (ઉં.વ.60) તેમજ દિકરી ભારતીબેન કાનપરી ગોસ્વામી (ઉં.વ.12) રહે. સોંદરડા ગામેથી બાઇક પર વરસીંગપુર ગામે પોતાના બહેનના ઘરે જતા હતા. ત્યારે ઉના ભાવનગર હાઇવે રોડ આવેલ નાઠેજ ગામ પાસે સામેથી પુરઝડપે ચલાવી આવતા ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ફંગોળાઇ જતાં નિચે પટકાયા હતા. આ અકસ્માતમાં મંગુબેનને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યુ હતું. જ્યારે રમેશભાઇ તેમજ તેમની દિકરી ભારતીબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં ખસેડાયેલ છે.