સુરતના ડિંડોલી સ્થિત પુત્રનું મકાન વેચવાની કામગીરી માટે અમદાવાદથી સુરત આવેલા વૃદ્ધ સોમવારે બપોરે કામ પતાવી ગોડાદરા મિડાસ સ્કવેર પાસે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે બાઈક પર આવેલો અજાણ્યો તેમના હાથમાંથી રોકડ-દસ્તાવેજો સાથેના પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો
ગોડાદરા મિડાસ સ્કવેરની સામેના ચાર રસ્તા પાસે ઉભા હતા ત્યારે પેન્ટના ખિસ્સામાં રાખેલું અગત્યના ડોક્યુમેન્ટ, ચેક અને રોકડા રૂ.13 હજાર સાથેનું પર્સ બરાબર છે કે નહી તે જોવા માટે બહાર કાઢ્યું હતું.
ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી