વિધાન સભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિધાન સભા બેઠકો પર ગતિવિધિ શરૂ થઈ છે.

અને કેન્દ્રીય નેતાઓ ના ગુજરાત માં ધામા નાખી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે કેન્દ્ર ના યુનિયન વિભાગ ના કેન્દ્રીય રાજ્ય મંત્રી આજે સુરત જિલ્લા ના બારડોલી ખાતે આવ્યા હતા. અને જ્યાં વિવિધ વિધાન સભા બેઠકો ની સમીક્ષા કરવામાં આવી હતી. વિધાન સભા બેઠકો પર જ્યાં નબળા બુથ ઉપર યોગ્ય કામગીરી કરી વિધાનસભા ચૂંટણી તૈયારી માં લાગી જવા જણાવ્યું હતું. બેઠક સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી એ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. અને જેમાં દારૂ બંધી નું સમર્થન કરી ભાજપ શાસિત રાજ્યો માં અમલીકરણ કરવાનું સૂચક નિવેદન પણ કર્યું હતું.