ભારતે બૅડમિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપમાં મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઇતિહાસ

ભારતની આ સફળતામાં યુવા ખેલાડીઓની મુખ્ય ભૂમિકા રહી, જેમાં 17 વર્ષીય અનમોલ ખરબે મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમમાં થાઇલૅન્ડને હરાવી ભારતને પહેલી વાર આ જીત અપાવી છે. આ પહેલાં પુરુષ ટીમે બે વાર વર્ષ 2020 અને 2016માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા વર્ગમાં આ પહેલો પુરસ્કાર છે અને એ પણ ગોલ્ડ.