રાજ્યમાં દારૂબંધીના સરકાર મોટા-મોટા બણંગાઓ ફૂંકતી હોય છે લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ત્યારબાદ દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્રારા તવાઇ બોલાવતા આશ્રર્યજનક ગુજરાત દારૂબંધીની વાસ્તવિકતા સામે આવી છે લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઇ નથી ત્યારે કેટલાક શખ્સો રાજકોટમાંથી દારૂના નશામાં ચકચૂર થઇ ઓફિસમાં ફિલ્મી ગીતા પર ઠુમકા લગાવી દારૂની મેહફિલ માણતા નજરે પડી રહ્યા છે જો કે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે ત્રાટકી હતી અને દારૂની મહેફિલ માણતા 6 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી જો કે રાજકોટમાં પણ વલસાડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે પકડાયેલા આરોપીઓમાં કેટલાક પોલીસ હોવાનું સામે આવ્યો છે.

રાજ્યમાં રક્ષક જ ભક્ષક બનતા હોય તેવી રીતે એકબાદ એક દારૂની મેહફિલ માણતા રંગેહાથ ઝડપાઇ રહ્યા છે દારૂની મહેફિલમાં કોન્સ્ટેબલ વીરા ચાવડા દારૂ પાર્ટીમાં સામેલ હતા.વીરા ચાવડા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને એક ઓફિસમાં દારૂપાર્ટી ચાલી રહી હતી થોડાક દિવસ આગાઉ વલસાડના અતુલ ખાતેથી મિત્રની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 1 PSI સહિત 3 કોન્સ્ટેબલ ઝડપાયા હતા હાલ લઠ્ઠાકાંડની ઘટનાને લઇ રાજ્યની પોલીસ દોડતી થઇ છે અને દેશી, વિદેશી દારૂ અડ્ડાઓ પર તવાઇ બોલાવી છે તો બીજી તરફ પોલીસ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ રહી છે. શું આવા રીતે ગુજરાતમાં દારૂબંધી કરાવશે પોલીસ વિભાગ ?

શું આવા રીતે ગુજરાતમાં દારૂબંધી કરાવશે પોલીસ વિભાગ ?

વાડ જ ચીભડા ગળે તેવી ગુજરાતમાં સ્થિતિપોલીસના ચારિત્ર શંકાશીલ તો દોષ કોને આપવું
ભ્રષ્ટ્ પોલીસ અધિકારી અને કર્મચારીને લઇ સમ્રગ પોલીસ વિભાગની છબી ખરડાઇ