ડીસામાં રોટરી ડીવાઈન ક્લબ દ્વારા યોજાઈ ગણપતિ કોમ્પીટીશન..
રોટરી ક્લબ ડીવાઈન દ્વારા પ્રાકૃતિક ગણેશા એટલેઈ.. કોફ્રેન્ડલી ગણેશા ની સ્પર્ધા આદર્શ પ્રાથમિક શાળા ડીસા ખાતે યોજાયેલ જેમાં ધોરણ 1થી 4 ના આશરે 60 જેટલા બાળકોએ માટીના ગણેશા બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા માં આવ્યો..
ધોરણ 1અને 2 ના અને ધોરણ 3 અને 4 માંથી 1થી 3 નંબર આપવામાં આવ્યો, અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું..
આ કાર્યક્રમ માં પ્રમુખ ડૉ. બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ પ્રો.ચેરમેન અલ્પાબેન, અરુણાબેન, અભિનંદન, ગીતાબેન, વર્ષાબેન, કાંતાબેન, તેમજ શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઉષાબેન તેમજ અન્ય શિક્ષિકાઓ હાજર રહ્યા હતા..
આ કાર્યક્રમનું મૂલ્યાંકન હર્ષદભાઈ સેવક તેમજ અલ્પાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું ..
રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા