શહેરના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં મુલાકાતી ઓ સિંહ ના બચ્ચા ને નિહાળી શકશે.

મે મહિનામાં જન્મેલા સિંહના ત્રણેય બચ્ચાઓની વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તેઓને જાહેર જનતા માટે ખુલ્લા મુકવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

ત્રણેય બાળ સિંહ 90 દિવસના થયા બાદ વેક્સીનેશનનો અંતિમ ડોઝ આપવા સાથે જ બુધવારથી મુલાકાતીઓ માટે આ બચ્ચાઓને ખુલ્લામાં મુકવામાં આવશે.