બોડેલી નજીક આવેલા મુલધર ગામેથી ધાર્મિક ભાજનમાં હાજરી આપી પરત જઈ રહેલા બાઈક સવાર બે યુવાનોની બાઈક બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્લીપ થતા બે યુવાનો પૈકી એકનું મોત નીપજ્યું છે જયારે અન્ય એક યુવાનને ઇજા થતા સારવાર અર્થ બોડેલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જયારે બનાવને લઈ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના ચારોલા ગામે રહેતા બારીયા નરસિંહભાઇ તેમજ કડીલા ગામના શૈલેષભાઈ બારીયા બાઈક પર રાત્રિના સમયે બોડેલી નજીક આવેલા મૂલધર ગામે ભજન કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના 2:00 વાગ્યા ની આસપાસ બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે બાઈક સ્લીપ થવા બન્ને રોડ પર પાટકતા નરસિંહ બારીયાને મોઢા સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઇ હતી અને શૈલેષ બારીયા નાની મોટી ઇજા થવા પામી હતી જ્યારે બનાવને લઈ કોઈકે એમ્બ્યુલન્સ ને જાણ કરાતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને એમ્બ્યુલન્સમાં બંનેને બોડેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે નરસિંહભાઇને મૃત જાહેર કર્યો હતો જ્યારે બનાવને લઈ બોડેલી પોલીસે મથકે કુટુંબી સભ્યએ ફરિયાદ દાખલ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે