જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી આવેલા અરજદારોએ પોતાની ફરીયાદ જીલ્લા કલેકટર સમક્ષ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજૂ કરી હતી. જીલ્લાના નાગરિકોના પ્રશ્નો મામલે હકારાત્મક વલણ દાખવી તેમના પ્રશ્નોના નિરાકરણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ તાલુકાના 20 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ, સિંચાઇ વિભાગ, ડી.આઈ.એલ.આર અને નગરપાલિકા સહિતના અલગ અલગ વિભાગને લગતા પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા.
જેમાં પાટણ જિલ્લાના નાગરિકો દ્વારા જમીન માપણી, રી-સર્વેમાં ક્ષતિ સુધારણા, મફત ગાળાના પ્લોટ, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટરએશ્રી અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ