વિછીયા તાલુકાના ઓરી ગામે આર્મીમાં ટ્રેનિંગ આપી તામિલનાડુ થી પરત ફરતા ગામ લોકોએ સ્વાગત કર્યુંપાંચાળ પ્રદેશના વિંછીયા તાલુકાના ઓરી ગામના કોળી સમાજના યુવાન સંજયભાઈ પરસોતમભાઈ સરવૈયાએ મા ભોમની રક્ષા કાજે તામિલનાડુમાં આર્મીની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા પાંચાળની ધીંગી પાવન ધરામાં અદકેરૂ ભવ્ય અને દિવ્ય સ્વાગત કરી રાષ્ટ્રીય સેવા સન્માનપત્ર આપી ફૂલડે વધાવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી સમસ્ત કોળી સમાજ આયોજીત સ્વાગત સરઘસ રેલીમાં વિંછીયા તાલુકા ભરમાંથી જંગી માનવ મહેરામણ ઉમટી પડી વીર જવાનને હાજર સૌએ ફુલડે વધાવ્યા હતા વઁદે માતમર અને ભારત માતા કી જય તેમજ રાષ્ટ્રીય ગીતોના નારા સાથે દેશભક્તિનુ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વિંછીયા થી ઓરી ગામ સુધી ડીજેના તાલે લોકો જુમી ઉઠ્યા હતા અને ઓરી ગામની બહેન દીકરીઓએ સામૈયા કરી ફોજી જવાનનુ સ્વાગત કર્યું હતું અને સ્વાગત કાર્યક્રમમાં આ તકે હાજર તમામ સમાજના લોકોનો સૌનો વિનોદભાઈ વાલાણીએ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો