રાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં પ્રવેશ માટેના ફોર્મ હાલ ઓનલાઈન ભરાઈ રહ્યા છે પરંતુ સર્વર બંધ કરાતા વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરી શકતા રોસે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે 28મી ઓગસ્ટ ઓનલાઈન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આશરે 10 હજારથી વધારે ફોર્મ ભરાયા હતાં. ફોર્મ ભરવાની મુદત નહીં વધારતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને હતાશ થયા છે.
યુનિવર્સિટીમાં બી.એ, બી.કોમ, એમ.એ અને એમ કોમ માં ઘેર બેઠા એટલે કે એક્સ્ટર્નલમાં અભ્યાસ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હાલ ચાલુ છે. 28મી ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે. જોકે જે વિદ્યાર્થીઓનો અગાઉનો અભ્યાસનો ડેટા મેચ નથી થતો તેવા વિદ્યાર્થીઓને જ યુનિવર્સિટી સુધી ડોક્યુમેન્ટના વેરિફિકેશન માટે આવવું પડે છે. જેમકે એમ.એમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી એ બી.એ જે તે કોલેજ કે યુનિવર્સિટીમાંથી કર્યું હોય તેનો ઓનલાઈન ડેટા મેચ ન થતો હોય તો રૂબરૂ વેરિફિકેશન માટે આવવું પડે છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं