ક્નોલોજી સતત હરણફાળ ભરી રહી છે અને અત્યારે લગભગ તમામ પ્રકારનું કામ આંગળીના ટેરવે પૂર્ણ થઈ રહ્યું છે. જો કે જેમ જેમ સુવિધા વધતી ગઈ અને ફાયદાઓ થવા લાગ્યા તેમ તેમ તેના ગેરફાયદાઓ પણ એટલા જ થવા લાગતાં અત્યારે સાયબર ક્રાઈમની ‘દોડધામ’ વધી જવા પામી છે. સાયબર ક્રિમીનલો બેફામ બની ગયા હોય તેવી રીતે રાજકોટમાં એક જ મહિનામાં 1500થી વધુ છેતરપિંડીની અરજીઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. કુલ અરજીના 40% અરજીઓ માત્ર ‘ન્યુડ કોલ’ની હોવાનું જ જાણવા મળી રહ્યું છે.આ અંગે સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું કે સાયબર છેતરપિંડીનો રાફડો દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે અને દિન-પ્રતિદિન અરજીઓમાં વધારો થઈ રહ્યો છે. આમ તો દરેક પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ લોકો બની રહ્યા છે પરંતુ સૌથી વધુ ફરિયાદો ‘ન્યુડ કોલ’ની પણ નોંધાઈ રહી છે. એવું નથી કે માત્ર અભણ લોકો જ ન્યુડ કોલનો ભોગ બની રહ્યા છે.
અનેક વેલ એજ્યુકેટેડ લોકો પણ આ જાળમાં સપડાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ઑનલાઈન છેતરપિંડીથી બચવા માટે અનેક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર સહિતના માધ્યમો મારફતે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેનો ફાયદો પણ મળી રહ્યો છે આમ છતાં હજુ અનેક લોકો આ સમસ્યામાં સપડાઈ રહ્યા હોવાને કારણે પોલીસ સામે એક પડકાર પણ ઉભેલો છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं