સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૭૨૨૨૦૧૦૦/૨૦૨૨ ઇપીકો કલમ –

ઇપીકો કલમ – ૩૮૦, ૪૨૭, ૧૨૦(બી) મુજબના ગુનાના કામે ફરીયાદી શ્રી રંજનકુમાર રામવીલાસ શર્મા ટ્રાન્જેકશન

સોલ્યુશન ઇન્ટરનેશનલ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની એ.ટી.એમ. મશીનની કંપનીમાં મેનેજરનાઓની

ફરીયાદ આપેલ કે તેઓને અમદાવાદ ખાતે ના એ.ટી.એમ.મશીનોમાં બેંકના કુલ- ૧૯ કસ્ટમરોના રૂ.૯૨૦૦૦/-

નાણા વિડ્રો નો મેસેજ આવ્યો હોવા છતાં નાણા વિડ્રો નહી થયેલ બાબતની ફરીયાદ બેંક તરફથી મળેલ છે જેથી

આ બાબતે એ.ટી.એમ.મશીનો ચેક કરતાં મશીનમાં નુકશાન થયેલ હોવાનૂ જણાઇ આવેલ જેથી આ બાબતે

એ.ટી.એમ. મશીનના સીસીટીવી ફુટેજ ચેક કરતાં અજાણ્યા ઇસમો એ.ટી.એમ. મશીન સાથે ચેડાં કરી અમદાવાદ

ખાતેના કુલ ૪૦ એ.ટી.એમના ૨,૨૮,૯૩૪/- રૂપિયા નૂ નુકશાન થયેલ હોવાનૂ અને કમ્મરના કુલ ૯૨૦૦૦/-

રૂપિયા એ.ટી.એમ. મશીનમાંથી ચોરી કરેલ હોવાનુ જણાઇ આવતાં જેથી આ બાબતેની ફરીયાદી શ્રીએ સાયબર

ક્રાઇમમાં ફરીયાદ આપેલ

ઉપરોક્ત બાબતની ગંભીરતા ધ્યાને રાખી પોલીસ કમિશનશ્રી સંજય શ્રીવાસ્તવ

સાહેબનાઓ અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમવીરસિંગ સાહેબ ક્રાઇમ બ્રાન્ચનાઓની

સુચનાથી નાયબ પોલીસ કમિશનર શ્રી જયરાજસિંહ વાળાસાહેબ, તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી

જે.એમ.યાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.દેસાઇ, પોલીસ સબ ઇન્સપેકટરશ્રી

એસ.જે.પટેલ તથા ટીમના માણસોએ આ દિશામાં ટેકનીકલી એનાલીસીસ કરતાં એ.ટી.એમ. મશીનોના સીસીટીવી

ફુટજે મંગાવી ચેક કરતાં અમદાવાદ શહેરના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં જુદીજુદી જગ્યાઓએ લગાવેલ કુલ – ૪૦

એ.ટી.એમ.મશીનોમાં ગઇ તા.૨૦/૦૬/૨૦૨૨ થી ૨૭/૦૮/૨૦૨૨ સુધીમાં ડિવાઇઝ લગાવી એ.ટી.એમ. મશીનના

પાર્ટસ નુકશાન કરેલ હોવાનુ જાણવા મળેલ અને અલગ અલગ બેંકના કુલ- ૧૯ કસ્ટમરોના રૂ.૯૨૦૦૦/-

અને જેની કમ્પ્લેન કસ્ટમરો દ્રારા કરવામાં આવેલ હોય જે રૂપિયા આરોપીઓ દ્રારા પાછળ થી ડિવાઇઝ ની મદદથી

ચોરી કરી ખેચી લેવામાં આવતા હોવાનુ જણાઇ આવેલ અને આ બાબતે સચોટ ટીમ દ્વારા ટેક્નીકલ

એનાલીસીસ કરી આરોપીઓના મોબાઇલ ના લોકેશનનોના આધારે રાયપુર મિલ સર્કલ અમદાવાદ

ખાતે જણાઈ આવતા ટીમના માણસો સાથે રેડ કરી કુલ ૩ આરોપીઓની અટક કરવામા આવેલ છે. જે નીચે

મુજબ છે

ગુનાના કામે પકડાયેલ આરોપી

(૧) રોહીતસિંગ વિજયબહાદુર સિંહ ઉ.વ.૨૯ રહે- ગામ મામદપુર ચારપુરા થાના-મહેશગંજ તા-

લાલગંજ અઝારા જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ.(ધોરણ ૦૭)

(૨) વિમલ સંજયકુમાર પાલ ઉ.વ.૨૦ રહે- ગામ આઇમાપુર બિંધન તા-કુંડા જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ

(ધોરણ:- બીએસસી કોલેજ )

(૩) ધિરેંદ્રકુમાર ઉર્ફે નાનુ રામદેવ પાલ ઉ.વ.૨૨ રહે-ગામ - પુરે જનંઈ પોસ્ટ-જસમેડા તા-લાલગંજ

જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ.(ધોરણ:- ૦૯ )

ગુનાના કામે કબ્જે કરેલ મુદામાલ

આ સિવાય ઉપરોક્ત આરોપીઓ જોડે થી જુદાજુદા મોબાઇલ નંગ-૩જેની કુલ કિંમત રૂ. ૧૫૦૦૦૮,

તથા એલ્યુમીનીયમના “જ” આકારના વચ્ચે મજાગરા વાળા ચીપીયા નંગ – ૨, એ.ટી.એમ.કાર્ડનંગ - ૦૬, રોકડ

રકમ રૂ.૧૦૦૦/- તથા એક હિરોહોન્ડા સાઇન મોટર સાયકલ નંબર પ્લેટ G7DG7750 જેની કિંમત રૂ.૧૫૦૦૦/-

આમ કુલ કિંમત રૂ. ૩૧૦૦૦/- નો મુદ્દામાલ ગણી કબ્જે કરેલ છે.