મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અર્જુન-મલાઈકા તેમના ડિઝાઈનર મિત્રો કુણાલ રાવલ અને અર્પિતા મહેતાના લગ્નમાં પહોંચ્યા હતા. ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ 28 ઓગસ્ટ રવિવારે મુંબઈમાં લગ્ન કર્યા હતા. રવિવારે લગ્નમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, રિયા કપૂર, વરુણ ધવન, નતાશા દલાલ, મોહિત મારવાહ અને અન્ય ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. અર્જુન કપૂરે તેના લગ્ન પહેલાની કેટલીક મજેદાર પળો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સોમવારે, અભિનેતા અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વર કુણાલ રાવલ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ફોટોમાં અર્જુન કુણાલના ગાલ ખેંચી રહ્યો છે તો બીજી તરફ મલાઈકા અરોરા તેના ડિઝાઈનર મિત્રના ગાલ પર કિસ કરી રહી છે. જેની સાથે અર્જુને એક વીડિયો શેર કર્યો છે જેમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને કુણાલ રાવલ પોઝ આપતા પહેલા સાથે મસ્તી કરતા જોવા મળે છે.

મલાઈકા અરોરા ક્રીમ અને ગોલ્ડન કલરની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. અર્જુન કપૂરની પોસ્ટ પર કમેન્ટ કરતાં મલાઈકાએ લખ્યું કે કુણાલ હસે છે કે રડે છે? હાલમાં જ અર્જુન કપૂરે કુણાલ રાવલ માટે રેમ્પ વોક કર્યું હતું. શો દરમિયાન મલાઈકા અરોરાએ અભિનેતા અર્જુન કપૂરને સામે બેસીને ચીયર કર્યો હતો. આના પર લોકોએ મલાઈકાના વખાણ પણ કર્યા.

શુક્રવારે ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ લગ્ન પહેલા તેમના મિત્ર માટે ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, વરુણ ધવન, કરણ જોહર, રકુલપ્રીત સિંહ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને બીજા ઘણા સેલેબ્સ જોડાયા હતા