સરકારે ગયા અઠવાડિયે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના લીધેલા નિર્ણયમાં, સોજી અને મેડાનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંધને લઈને સરકારે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં ઘઉંનો લોટ ઉપરાંત સોજી અને મેંદાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ ગરીબ દેશોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમની ઘઉંનો લોટ , સોજી અને મેંદાની માગ પૂરી કરવામાં આવશે.

દેશમાં ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે

બીજી તરફ, એવા પણ અહેવાલો છે કે સરકાર 100% તૂટેલા ચોખાની નિકાસ પર રોક લગાવી શકે છે. આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં ડાંગરનું વાવેતર ઘટ્યું છે, જેના કારણે ચોખાના ઉત્પાદનને અસર થઈ શકે છે, જેના કારણે નિકાસ પર અંકુશ લગાવવાના સરકારની તૈયારી છે.

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વિશ્વમાં સૌથી વધુ ઘઉંની નિકાસ કરતા દેશો છે. આ બંને દેશોમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ઘઉંનો પુરવઠો બંધ થઈ ગયો છે. આ કારણે ભારતમાં ઘઉંની માંગ વધી છે. વિશ્વના હિસ્સામાં ભારતની ઘઉંની નિકાસ ઘણી ઓછી છે, પરંતુ માંગ વધવાને કારણે તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં જોરદાર વધારો થયો છે. ઘઉંના લોટ, મેડા, સોજી વગેરેનું પણ એવું જ છે.