મલાડ પોલીસે કમાલ આર ખાનની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર, કમાલ આર ખાનની વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. KRK પર સોશિયલ મીડિયા પર ધર્મ વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર, બોરીવલી કોર્ટે કમાલ આર ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.