ભારતીય ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વન ડે માટે 6 લાખ રૂપિયા અને એક ટી-20 મેચ રમવા માટે 3 લાખ રૂપિયા મળે છે. જો કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં હિસ્સો નથી, તો તેને આ રકમના 50 ટકા મળે છે.

અને પાકિસ્તાનની વાત કરું તો એક ટેસ્ટ મેચ માટે પાકિસ્તાની પ્લેયર્સને લગભગ 8,00,000 આસપાસ પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એક વન ડે માટે 5,00,000 તેમજ એક ટી-20 મેચ માટે 3,70,000 આસપાસના પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે.

ભારતીય રૂપિયાની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયો નબળો છે. એક પાકિસ્તાની રૂપિયાની કિંમત ભારતીય ચલણમાં 0.36 પૈસા સમાન છે