સાબરમતી રીવર ફ્રન્ટ પર નવ નિર્મિત અટલ બ્રિજનું દેશ ના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા 27/8/22 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું,

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બે દિવસ માં એક લાખ થી વધુ લોકોએ આ બ્રિજ ની મુલાકાત લેતા ભીડ ને નિયંત્રણ અને સલામતી ના નેજા હેઠળ બ્રિજ જોવા આવનાર નાગરિક પર ટિકિટ નો દર 31/8/22 થી લાગુ કરી દેવામાં આવ્યો છે, તે પણ ફક્ત 30 મિનિટ ના 30 રૂપિયા 12 વર્ષ થી ઉપર ની ઉંમર ના નાગરિકો માટે.

અને 3થી 12 વર્ષ તેમજ 60 થી ઉપરના સીનીઅર સિટીઝન માટે 15 રૂપિયા ટિકિટ ના દર નક્કી કરેલ છે, અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક ની કોમ્બો ટિકિટ ના દર 40 ₹ નક્કી કરેલ છે, આ બ્રિજ સવારે 9 થી રાત્રીના 9 સુધીજ ખુલ્લો રહેશે, અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નાગરિકો એ કેટલાક નિયમો નું પણ પાલન કરવું પડશે. સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન નો નાગરિકો પાસે થી ટિકિટ ના પૈસા લેવાનો આ વિચાર " સંયોગ છે કે પ્રયોગ " તે લોકો ને વિચારતા કરી મુક્યા છે.

* અટલ ફુટ ઓવર બ્રિજ પર આ બધી વસ્તુ લઇ જવાની મનાઈ છે,

ગુટખા, પાન મસાલા, કેફી દ્રવ્યો, ઘરે થી લાવેલ ખોરાક, પાલતુ પ્રાણીઓ, રમત ગમત ના સાધનો વગેરે નહીં લઇ જઈ શકાય.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.