આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ઢીંચણમાં દુખાવા થતા હોય છે. ઢીંચણમાં દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજના આ સમયમાં લોકોના ખોરાક પણ એવા થઇ ગયા છે જેના કારણે શરીરમાં આ બધા દુખાવા થતા હોય છે. ઘણાં લોકોને ઢીંચણમાં અસહ્ય દુખાવો થતો હોય છે જે સહન કરવો ખૂબ અઘરો પડી જાય છે. આમ, જો તમે ઢીંચણના દુખાવાથી હવે કંટાળી ગયા છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે, પરંતુ જો તમને ઢીંચણમાં દુખાવાની સાથે-સાથે બીજી કોઇ પણ તકલીફ થાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આ સમસ્યામાંથી બહાર આવો. તો જાણો આ ઉપાયો વિશે…
ઢીંચણના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે બાવળની સિંગોનો પાવડર પી શકો છો. આ માટે તમે બાવળની સિંગો ઘરે લાવો અને એને તડકામાં સુકવી લો. આ સિંગો બરાબર સુકાઇ જાય એટલે એનો મિક્સરમાં પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડર રોજ સવારમાં એકથી બે ચમચી ફાકી લો. આમ કરવાથી તમને ઢીંચણના દુખાવામાંથી રાહત થઇ જશે.
ઢીંચણના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે રોજ સરસિયાના તેલની માલિશ કરો. આ માટે તમે એક વાટકીમાં સરસિયાનું તેલ લો. આ તેલમાં લસણ અને અજમો નાંખો. ત્યારબાદ આ તેલને ધીમા ગેસે બરાબર થવા દો. આમ કરવાથી સ્મેલ એકદમ કડક આવવા લાગશે. આ તેલથ તમારા ઢીંચણ પર માલિશ કરો. આ માલિશ તમે રોજ કરો છો તો તમને દુખાવામાં રાહત થાય છે. ઠંડા તેલથી તમારે માલિશ કરવાની નથી.
ઢીંચણના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે એક્સેસાઇઝ પણ કરી શકો છો. આ માટે તમે સીધા સુઇ જાવો અને પગને ઉપર-નીચે કરો. આમ કરવાથી ઢીંચણ પર થોડો સ્ટ્રેસ આવશે. જો તમે આ એક્સેસાઇઝ રોજ કરો છો તો તમને દુખાવામાંથી રાહત થાય છે. ઘણાં ડોક્ટરો પણ આ એક્સેસાઇઝ કરવાની સલાહ આપતા હોય છે.