ગુજરાતમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે

છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

મળતી માહિતી મુજબ હવામાન વિભાગે આજે અને આવતી કાલે ફરી એકવાર વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ મહેસાણા, બેચરાજીના ભાગો, કચ્છના ભાગો,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ , ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. 4 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન 32થી 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ રાજ્યમાં સિઝનનો 133 ટકા વરસાદ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયુ છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદી માહોલ રહેવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ મહત્વું છે કે, હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આજે અમદાવાદ, આણંદ , ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની શક્યતા છે તો બે દિવસ મહેસાણા, બેચરાજીના ભાગો, કચ્છના ભાગો,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં, મહેસાણા અને દિવમાં આગામી 4 દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.