વલસાડ રૂરલ પોલીસે 14 ચોરી ના બાઈક નો ગુનો ઉકેલી ,6 જેટલા ચોરને ઝડપી પાડ્યા 

વલસાડના વાંકલ પાસેથી 6 બાઈક ચોર ઝડપાયા, 14 ચોરીના ગુનાહોનો ભેદ ઉકેલાયો

વલસાડ રૂરલ પોલીસે વાંકાલ પાસે કેટલાક ઈસમો સ્પોર્ટ બાઈક વેચવા આવના હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસે ચેક કરતા 6 યુવકો પાસેથી કુલ 12 ચોરીની બાઈક કબ્જે કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસે પોલીસ મથક વિસ્તારના કુલ 6 અબે અન્ય મળી બાઈક ચોરીના 14 ગુનાઓને ભેદ ઉકેલ્યો હતો.

ગેરેજમાં વધુ બાઇકો સંતાડી હોવાનું જણાવ્યું

છેલ્લા ઘણા સમય થી બાઈક ચોરીના બનાવો વધી ગયા છે જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડના વાંકલ ગામ પાસે મોંઘીદાટ સ્પોર્ટ બાઈક સાથે આવવાના હોવાની અને તે તમામ બાઈક વેચવા લાવવાના હોવાની બાતમી મળી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે બતમીવાળી જગ્યાએ જઈને ચેક કરતા 6 યુવકો નંબર વગરની સ્પોર્ટ બાઈક લઈને આવ્યા હતા. પોલીસે ગાડીના કાગળો માંગતા ગાડીના કાગળો ન હોવાનીમૂ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા ધરમપુર પાસેના ગેરેજમાં વધુ બાઇકો સંતાડેલી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કુલ 12 બાઈક અબે 7 મોબાઈલ મળી કુલ 14.15 લાખનો મુદ્દામાલ ડિટેન કરી 6 આરોપીઓને ઝડપી આગળની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છુટાછવાયા ઘરો આગળ પાર્ક કરેલી સ્પોર્ટ બાઈક ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અને મોજશોખ કરવા રૂપિયાની જરૂર હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. આરોપીઓએ ઓછી કિંમતમાં 2 બાઈક મુંબઇ અને નવસારીના વ્યક્તિને વેચી હોવાની કબૂલાત કરી હતી. બે જેટલી બાઇકો રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્રારા ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું સામે આવું છે સાથે આરોપીઓ દ્વારા વલસાડ રૂરલ, ધરમપુર, પારડી, નાનાપોઢા સહિત નવસારી જિલ્લામાં મળી કુલ 14 જેટલા બાઈક ચોરીના ગુનાહોનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે સાથે 12 જેટલી બાઇકો રિકવર કરવામાં આવી છે તો 2 બાઇકો રિકવર કરવાની કામગિરી હાથ ધરાઈ છે સાથે આરોપીઓ દ્વારા હજુ જેટલા ગુનાહો કરવામાં આવ્યા છે અને કેટલા લોકો હજુ આ ગેંગ માં સામેલ છે એ અંગે વધુ તાપસ હાથ ધરી છે.