ગોધરા L.C.B.શાખાએ આંતર રાજ્ય બાઈક ચોરીઓના ૧૫ ગુન્હાઓનો પર્દાફાશ કરીને મધ્યપ્રદેશના ઝડપાયેલા આરોપી પાસેથી ૨૦ બાઈકો જપ્ત કરી..!!

પંચમહાલ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અને વાહન ચોરીઓના વણઉકલ્યા ગુન્હાઓની તપાસો કરીને આરોપીઓને ઝડપી પાડવા સંદર્ભમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા આપવામાં આવેલ સુચનોમાં ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ. જે.એન.પરમાર તથા ટીમ દ્વારા ગુજરાત સમેત સરહદે આવેલા આંતર રાજ્યમાં મોટર સાયકલ ચોરીઓના ૧૫ ગુન્હાઓનો ભેદ ઉકેલીને ૨૦ મોટર સાયકલોનો મુદ્દામાલ જપ્ત કરીને મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના ભાભરા ટીચર કોલોનીમાં રવિભાઈના મકાનમાં રહેતા અને મયાવત તડવી ફળિયાના રહેવાસી ધારસીંગ ઉકારસીંગ વસુનીયાને ચોરીની બાઈક સાથે ઝડપી પાડીને આંતર રાજ્ય મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓનો પર્દાફાશ કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ.જે.એન.પરમારે ચોક્કસ બાતમીના આધારે પરવડી ચોકડી પાસે પી.એસ.આઈ. આઈ.એ.સીસોદીયા અને ટીમ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન નંબર વગરની બાઈક લઈને આવતા મધ્યપ્રદેશના ધારસીંગ વસુનીયાને ઝડપી પાડીને સખ્ત પૂછપરછો કરતા આંતર રાજ્ય મોટર સાયકલ ચોરીના ૧૫ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો.એમાં મધ્યપ્રદેશના બાઈક ચોરીઓના સાગરીતો (૧) ભારત ખુમસીંગ અજનાર રહે.પીપલાવ ડાવરીપુરા ફળીયા, (૨) ઉસ્તાદ ખુમસીંગ અજનાર રહે.પીપલાવ, તથા (૩) ભાઈજાન રીછુ મીનાવા રહે. ગુડદલીયા ગુજરાત સમેત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન માંથી ૨૦ જેટલી ચોરીની બાઈકો મારા ઘરે વેચાણ કરવા મૂકી ગયા હોવાની કબૂલાત થી ચોંકી ગયેલ ગોધરા એલ.સી.બી.શાખાની ટીમ દ્વારા મધ્યપ્રદેશ ખાતે જઈને અંદાઝે ₹ ૬.૭૭ લાખની ૨૦ મોટર સાયકલો જપ્ત કરી હતી.