ભારતની આઝાદી બાદ સૌથી વધારે વખત સરકારમાં રહેલી પાર્ટી આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે.વાત છે દેશની સૌથી જૂની રાજનીતિ પાર્ટી એવી કોંગ્રેસની.કોંગ્રેસમાંથી એક બાદ એક મોટા નેતાઓ પાર્ટી સાથે હાથ છોડી રહ્યા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ગુલાબ નબી આઝાદ એ કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે.રાજીનામુ આપ્યા બાદ નવી પાર્ટી બનાવાની જાહેરાત પણ કરી દીધી છે.

જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવામાં લાગી પણ ગયા છે.ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફ થી કહેવામાં આવ્યું છે કે ગુલાબ નબી આઝાદ બીજેપીમાં જોડાવા માટે રાજીનામુ આપ્યું છે અને મોદી સાથે પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા છે તેના જવાબમાં આઝાદે જવાબ આપ્યો કે આ અફવાઓ છે હું મારી પોતાની પાર્ટી બનાવી રહ્યો છું.કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. તેમણે જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી.

આ ઉપરાંત તેમણે પોતાની પાર્ટી રચીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તેમ પણ જણાવ્યું હતું. એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે તેવો સવાલ કર્યો હતો. ગુલામ નબીએ પોતાના કોંગ્રેસ સાથેના જોડાણ મુદ્દે કહ્યું કે, ‘હું મારા કોલેજના દિવસોથી આ પાર્ટીનો હિસ્સો રહ્યો છું. હું કદી ભાજપમાં નહીં જોડાઉં. કાશ્મીરની ચૂંટણી માટે હું મારી પાર્ટી બનાવીશ