પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે..શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી રહ્યા છે.શિવભક્તો શ્રાવણ માસનો ઉપવાસ કરીને શિવભક્તિમાં લીન રહેશે.શિવલિંગ પર જળાભિષેક કરી, દૂધનો અભિષેક કરી, બીલીપત્ર ચઢાવીને યથાશક્તિ દાન કરીને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરશે..આ માસમાં શિવભક્તો આસપાસના શિવ મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવશે.શ્રાવણ માસમાં શિવભક્તો શિવભક્તિમાં તલ્લીન થઈ જશે.ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો યથાશક્તિ પૂજા અર્ચના કરી શ્રાવણ માસ ભક્તિ રસમાં પસાર કરશે.
પુરાણો અનુસાર માટીના બનાવેલા પાર્થેશ્વર મહાદેવની પૂજાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે છે.તેમજ સર્વ પિતૃ આત્માને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે.શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અર્ચના કરવાથી સર્વ દોષ દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.