Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, 24 કલાક કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવા આદેશ,
રખડતા ઢોર મુદ્દે HCની લાલ આંખ, AMCને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવા આદેશ
અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતોના બનાવો નોંધાયા છે.
એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર રખડતી ભેંસના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડાયો હતો.
રખડતાં ઢોર પકડવા 95 વાહનો ઉપયોગમા લેવાયા
મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા અગાઉ ત્રણ શિફટમાં સાત ટીમને ફરજ ઉપર મુકી શહેરના સાત ઝોનમાંથી રખડતા પશુઓ પકડવામાં આવતા હતા.
ત્રણ ટીમ 8-8 કલ્લાક ની સિફ્ટ માં ડીવાઈડ કરવામાં આવી છે અને આ ત્રણે ટીમ ત્રણે સિફ્ટમાં અલગ અલગ ઢોર પકડવાની કામગીરી કરશે,
હાઈકોર્ટના આદેશ બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની ટીમની સંખ્યા વધારીને 21 કરવામાં આવી છે.એક ટીમમાં કેટલ કેચીંગ મજુર સહિત અંદાજે દસ કર્મચારીઓના કાફલાને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.આ માટે 95 થી વધુ વાહન ઉપયોગમાં લેવામાં આવી રહયા છે. શનિવારે રાત્રિના સમયે મેમ્કો વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સમયે કેટલ કેચીંગ મજૂરને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો
Sms સમાચાર અમદાવાદ Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, 24 કલાક કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવા આદેશ
Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, 24 કલાક કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવા આદેશ
FOLLOW US: @social_media_sandesh
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રખડતા ઢોરની મુક્તિ અપાવવામાં સફળ ન થયેલ પ્રશાસનને ફટકાર લગાવી હતી
Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, 24 કલાક કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવા આદેશ
અમદાવાદઃ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રખડતા ઢોરની મુક્તિ અપાવવામાં સફળ ન થયેલ પ્રશાસનને ફટકાર લગાવી હતી. સાથે પાંચ સપ્ટેમ્બર સુધી 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરી ઢોરથી મુક્તિ અપાવવાનો પણ આદેશ આપ્યો હતો.
અમદાવાદ શહેરમાં પાંચ સપ્ટેમ્બર સુધી કોર્પોરેશનને 24 કલાક ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા કોર્ટે હુકમ કર્યો હતો. આજે રખડતા ઢોર મુદ્દે થયેલી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો અને રાજ્યમાં 52 હજાર રખડતા પશુઓ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને રખડતા ઢોરનો ત્રાસ ડામવા તત્કાલ પગલાં ભરવા અને રોજિંદો રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયા છે. અને 4થી 5 દિવસમાં નવા ઢોર વાડા ઉભા કરાશે તેવો દાવો કર્યો છે.
અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે વિધાનસભામાં પસાર થયેલું બિલ કોર્ટના રેકોર્ડ પર મુકવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ભીડભાડ વાળા રોડ અને મહત્વના જંકશન પર પણ રખડતા ઢોરનો ત્રાસ (stray cattle)યથાવત છે, કોર્પોરેશનએ કામ કર્યાનો દાવો તો કર્યો પણ રસ્તા પર કામગીરી દેખાઈ નથી. કોર્પોરેશનના મગરમચ્છના આંસુ નહીં કામગીરી કરવી એવી હાઇકોર્ટે ટકોર (stray cattle problem)કરી છે. હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહવિભાગના સચિવને નિર્દેશ આપ્યો છે કે, રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે કામ કરતા એએમસી કે સરકારી કર્મચારીઓ અને પોલીસ પર જે લોકો હુમલો કરે છે કે ધમકી આપે છે.
હાઇકોર્ટે પોતાનું કડક વલણ યથાવત રાખ્યું હાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવાયું હતું કે 2019 થી જે આ રખડતા ઢોર અને રોડના બિસ્માર હાલતની PLI થઈ છે તેમાં આ વખતે એની સુનાવણીમાં હાઇકોર્ટે પોતાનું કડક વલણ યથાવત રાખ્યું છે. અમદાવાદ મનપાના સેક્રેટરીને પણ આદેશ કર્યો છે કે 24 કલાક સુધી રખડતા ઢોર ઉપર નિયંત્રણ રાખવામાં આવે અને ઘાસચારા માટે થઈને પણ કોર્ટેએ ટકોર કરી છે કે બિનઅધિકૃત રીતે જે ઘાસ વેચવામાં આવે છે તે તેના લીધે રખડતા ઢોર તેની પાસે આવી જતા હોય છે, તેના લીધે પણ ઘણો આતંક જોવા મળતો હોય છે. તો જે આ બિનઅધિકૃત રીતે કામ કરતા હોય તેની સામે પણ પગલાં લેવામાં આવે.
FIR અંગે જણાવોઃ તેની સામે કેટલી એફઆઈઆર નોંધાઈ છે, તે જણાવો. જે અસામાજિક તત્વો કાયદો હાથમાં લે છે અને સરકારી કર્મીઓને તેમની ફરજનુ પાલન કરતા અવરોધે છે તેવા લોકો સામે કડક હાથ પગલા લેવામાં આવે, એફઆઈઆર નોંધો અને જરૂર જણાય તો તેમને કસ્ટડીમાં લો. જેથી, લોકો કાયદો હાથમાં લેવાનુ કૃત્ય કરે નહીં
24 કલાક ઢોર પકડવા હુકમ ઢોરના ત્રાસને ડામવા માટે અને ઢોર રાખનારા માથાભારે તત્વો સામે કાર્યવાહીની વિગતો રજૂ કરે એવો અમદાવાદ પોલીસ કમિશનરને પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે (Gujarat High Court)અમદાવાદ મનપાને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક ઢોર પકડવા(High Court orders arrest of stray cattle) હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, આઠ નગરપાલિકા, છ રિજનલ નગરપાલિકા કમિશનરના તાબા હેઠળ આવતી 156 નગરપાલિકા આઠ દિવસમાં રખડતા ઢોર મુદ્દે તેનો રિપોર્ટ રજૂ કરે.
પ્રતિનિધિ _ રવિ બી. મેઘવાલ
#sms #sms01