ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે.
ખેડૂતોની એ જ જરૂરિયાત માટે છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સહાય યોજના.
કૃષિ યાંત્રિકીકરણમાં સહાય એટલે ઉત્તમ ઉત્પાદન સાથે જ કૃષિને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન. સમયની બચત, ઉત્તમ ઉત્પાદન, આવકમાં વૃદ્ધિ અને આધુનિકતા બનશે ગુજરાતના આત્મનિર્ભર ખેડૂતની નવી ઓળખ.