રાજ્યમાં બનતા ગુનાઓમાં સોના ચાંદીના ઘરેણાંની ચોરીના ચેન સ્નેચિંગના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ આચરી ચોરી કરેલ ઘરેણાં-દાગીના-ચેનો-સોનું-ચાંદી વગેરે તથા આવા દાગીના ઓગાળીને ચોરો લૂંટફાટ કરનારાઓ સોના-ચાંદી કે શોરૂમવાળા વેપારીઓને વેચાણ કરતા હોય છે અને સોના-ચાંદીના દુકાનદાર, શોરૂમવાળા ચોરીનો મુદ્દામાલ વેચવા આવનારની માલિકીનો માની અજાણતામાં વેચાણ રાખતા હોય છે અને ચોરીની તપાસમાં છેવટે આવો મુદ્દામાલ વેચાણ કરનાર પાસે કોઇ જ માહિતી હોતી નથી. આમ અજાણતામાં હિત સંબંધ ધરાવનાર બની જાય છે અને હેરાન પરેશાન થાય છે. આવો મુદ્દામાલ વેચાણ રાખનાર વેપારી પાસે વેચાણ આપનારના કોઈ ઓળખના પુરાવા કે કોઈ ચોક્કસ નામ સરનામાની માહિતી ન હોવાના કારણે ચોરી કરનાર (સાચા ગુનેગારો) સુધી પહોંચવામાં પોલીસને પણ મુશ્કેલી અનુભવવી પડે છે અને અશક્ય પણ બની જાય છે. જે બાબતે જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આવા સોના-ચાંદીના દાગીના,વસ્તુઓ,દાગીના ઓગાળીનું બનાવેલ ગઠ્ઠા જેવી વસ્તુઓ વેચાણ રાખનાર દુકાનદાર આવા વેચાણ આપનારની પાસેથી તેમના ઓળખના પુરાવા મેળવી ઉપલબ્ધ રાખી, દુકાનદાર વેપારીએ નિયત નમૂનાના રજીસ્ટર નિભાવવા તે ખૂબ જ જરૂરી છે. સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરનાર તમામ વેપારીઓએ વેચાણ આપનાર ઓળખના પૂરાવા મેળવી તેની સત્યતા ચકાસણી પછી જ ખરીદીનું/લખાણ નામ, પૂરું સરનામું,મોબાઈલ નંબર,ટેલીફોન નંબર વગેરે મેળવી અને નમુનાના રજીસ્ટર નિભાવવાના રહેશે અને જે તે સમયે તપાસ અધિકારી શ્રી માંગે ત્યારે રજુ કરવાનું રહેશે.

 આ હુકુમ તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજા/દંડને પાત્ર થશે.