ક્રિકેટ એક એવી રમત છે જે તેની ખેલદિલી માટે જાણીતી છે અને તેના ચાહકોની લાગણીઓ બંધાયેલી છે જ્યારે પોતાની ટીમ હારે ત્યારે ચાહકો પણ ખૂબ દુઃખી થાય છે, એવીજ રીતે પાકિસ્તાનનો એક ચાહક મોમીન શાકિબ છે જે અગાઉ વર્ષ 2019 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો 2019 વર્લ્ડ કપ માં ભારત સામેની હાર થયા પછી શાકિબ નું એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કદાચ હજુ કોઈ વ્યક્તિ હશે જેને આ વિડીયો નહીં જોયો હોય 'મારો મુજે મારો' અને એના પરથી ઘણા બધા મિમ બન્યા હતા આ વિડીયોથી વાયરલ થનાર મોમીન શાકિબ ફરી એકવાર ચર્ચામાં છે.

હવે એ માટે ચર્ચામાં છે તેની વિરાટ કોહલી સાથે મુલાકાત થઈ છે. વીડિયોમાં મોમિન કોહલીની જીત માટે વખાણ કરતો જોવા મળી રહ્યો છે. આ પાકિસ્તાની પ્રશંસકે કોહલીને કહ્યું, 'હું આજે થોડો ઉદાસ છું, પરંતુ સાથે મળીને ફાઈનલ રમીશ.'