એક જ ટિકીટ અનલિમીટેડ મુસાફરી યોજનામાં એક મહિનો અને દસ દિવસમાં જ ૪.૬૦ લાખ કરતાં વધુ લોકોએ સુમન પ્રવાસ ટિકીટનો લાભ લીધો

સુરતમાં પર્યાવરણની જાળવણી સાથે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મ્યુનિ.એ સામૂહિક પરિવહન સેવા નો વધુ ઉપયોગ થાય તે માટે શર સુમન પ્રવાસ ટીકીટની શરૂઆત કરી હતી જે સુમન પ્રવાસ ટિકિટ ને હાલમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે

માત્ર પચ્ચીસ રૂપિયામાં દિવસ દરમિયાન સીટી અને બીઆરટીએસ બસમાં અનલિમિટેડ મુસાફરી કરવાની હોલો જેથી લોકોને સુમન પ્રવાસ ટીકીટ વધુ માફક આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતના લોકો સીટી બસ કે બીઆરટીએસ બસમાં એક જ ટિકીટ અનલિમીટેડ મુસાફરી કરે તે માટેની મ્યુનિ.ની યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજના જાહેર કરીને એક મહિનો અને દસ દિવસમાં જ ૪.૬૦ લાખ કરતાં વધુ લોકોએ સુમન પ્રવાસ ટિકીટનો લાભ લીધો છે.

મ્યુનિ.એ ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણની જીળવણી થાય તે માટે શરૂ કરેલી આ યોજના આગામી દિવસોમાં વધુ લોકો ઉપયોગ કરે તેવી શક્યતા રહેલી છે.