સિહોર ભાજપના કાર્યકરો દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ મોર્ડન સ્કૂલ ખાતે ભાજપના તમામ હોદ્દેદારો સાથે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમેં નિહાળ્યો હતો મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાના ઉર્જાવાન અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા કહ્યું કે અમૂત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના વિશોષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે અને એક નવી ચેતનાની અનુભૂતિ કરી છે આઝાદીના આ મહિનામાં સમગ્ર દેશમાં દરેક શહેર અને દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃતધારા વહી રહી છે. આપણોભારત દેશ વિવિધ વિવિધતાઓથી ભરપૂર છે તેમ છતાં જ્યારે તિરંગાની વાત આવી ત્યારે ભારતનો એક એક નાગરિક તિરંગાના એક જ રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. આ વેળાએ 0/4 મોદી દેશના વીર જવાનોને યાદ કરીને કહ્યા હતું કે આપણા સૈનિકોએ ઊંચા પર્વતીય શિખરો પર દેશની સરહદો પર અને સમુદ્રની વચ્ચે ત્રિરંગો ફરકાવ્યો હતો, લોકો ત્રિરંગા અભિચાન માટે અલગ અલગ ઇનોવેટિવ આઇડિયા પણ લઈને આવ્યા હતા મનકી બાત કાર્યક્રમ નિહાળવા દરમિયાન વિક્રમભાઈ નકુમે મન કી બાત બાબતે જણાવ્યું કે વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના પ્રદશન ની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમાં કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે વિક્રમભાઈએ તમામ સિહોરવાસીઓને દર મહિનાન। છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं