ઓનલાઇન છેતરપિંડીના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની લિંકો મોકલી અને લિંક ઓપન કરવાનું કહી અને ખાતામાંથી ટપો ટપ પૈસા ઉપડી જતા હોવાના કિસ્સાઓ તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યા છે ત્યારે વધુ એક 60 ફૂટ રોડ ઉપર વસવાટ કરતી મહિલા છેતરપિંડીનો ભોગ બની છે.ત્યારે 60 ફૂટ રોડ ઉપર વસવાટ કરતી મહિલા દ્વારા ઓનલાઇન ડાયપરની ખરીદી કરવામાં આવી હતી ત્યારે ડાયપર ની ખરીદી બાદ તેમને લિંક આપવામાં આવી હતી અને એપ્લિકેશન ઓપન કરી અને ત્યારબાદ ઓર્ડર કરવાનો જણાવવામાં આવ્યું હતું ત્યારે આ મામલે મહિલા દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના ખાતામાંથી 19 હજાર રૂપિયા કપાઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.ડાયપર ખરીદી તો ન થાય પરંતુ મહિલાના ખાતામાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરતા ની સાથે 19,000 જેટલી રકમ કપાઈ ગઈ ત્યારે આ મામલે પરિવારજનોને પણ મહિલા દ્વારા જાણ કરવામાં આવી અને ખાતું તાત્કાલિક પણે બંધ કરાવી નાખવામાં આવ્યું જેથી વધુ રકમ કપાઈ શકી નહીં પરંતુ 19000 જેટલી રકમ કપાઈ હોવાના મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસે પણ આ મામલે આગળની તપાસ કામગીરી હાથ ધરી છે.