જિલ્લામાં રૂા.૨૦૦૩.૫૭ લાખના ૦૮ કામોનું લોકાર્પણ અને રૂા.૮૮૦૮.૩૫ લાખના ૮૦ કામોનું ખાતમુર્હૂત કરાશે
આગામી તા.૩૧મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ, ઠાસરા, કપડવંજ અને મહુધા એમ ચાર સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમા વધારો કરતા રૂા.૨૦૦૩.૫૭ લાખના ખર્ચે બનેલ ૦૮ કામોનું લોકાર્પણ તથા રૂા.૮૮૦૮.૩૫ લાખના ખર્ચે થનારા વિકાસકામોનું ખાતમુર્હૂત કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની સરકાર છેવાડાના માનવી સુધી તમામ સગવડો પહોંચાડવા માટે કટીબધ્ધ છે તેમજ વિકાસને વેગ આપી રહી છે ત્યારે નડિયાદ મુકામે સવારે ૯/૦૦ કલાકે રૂા.૧૪૦૭.૪૧ લાખના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન, કલેકટર કચેરીની બાજુમાં, રૂા.૩.૦૦ લાખના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ રોડ (રોડ ફર્નિચર તથા મીસે. વકસ), ૬૦૦ લી. ક્ષમતાની રૂા.૧.૦૭ લાખના ખર્ચે બનેલ ૨૦ મીટર ઉંચી ટાંકી તથા કનેકટીંગ પાઇપલાઇન(ડીપોઝીટ વર્ક-ઓટેકા) અને રૂ.૧૦.૦૦ લાખનો મહેલજ-ત્રાજ-અલીન્દ્રા- વસો રોડનું લોકાર્પણ કરશે સાથે સાથે રૂા.૧૨૩.૦૦ લાખના ખર્ચે મહોળેલ અને અરેરા ખાતે બનનાર સી.ડી.પી. પંચાયતઘર અને માતર તાલુકાના હૈજરાબાદ એપ્રોચ રોડ તથા ઝારોલા એપ્રોચ રસ્તાના રીસરફેસીંગના કામનું ખાતમુર્હૂત કરનાર છે. ઠાસરા મુકામે રૂા.૫૦.૦૦ લાખના ખર્ચે બનેલ ખેરાના મુવાડા, ઢુંણાદરા અને વનોડા મુકામે સી.ડી.પી.પંચાયત ઘરનું લોકાર્પણ કરશે. કપડવંજ મુકામે રૂા.૧૫.૦૯ લાખના ખર્ચની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કપડવંજ ખાતે ૫.૬૦ એમ.એલ.ડી. ક્ષમતાનો એસ.ટી.પી. તથા રૂા.૫૧૭.૦૦ લાખના માર્ગ અને મકાન વિભાગના નવાગામ બેટાવાડા નિરમાલી રોડનું (પેવરકામ, રોડ, ફર્નિસીંગની કામગીરી પ્રગતિમાં છે) નું લોકાર્પણ મળી કુલ ૫૩૨.૦૦ લાખના કામોનું નું લોકાર્પણ કરશે. જયારે કઠલાલ અને કપડવંજ તાલુકાના રૂા.૬૬૬૦.૩૫ લાખના ખર્ચે ૬૮ રસ્તાઓના કામનું લોકાર્પણ કરનાર છે.
મહુધા તાલુકામાં રૂા.૨૦૨૫.૦૦ લાખના ખર્ચે કુલ ૮ કામોનું ખાતમુર્હૂત કરનાર છે.
આમ, આગામી તા.૩૧મીના રોજ ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કુલ રૂા.૧૦૮૧૧.૯૨ લાખના કુલ ૮૮ લોકાર્પણ અને ખાતમુર્હૂતના વિકાસકામોનો જિલ્લાના પ્રજાજનોને લાભ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ, પ્રભારી મંત્રી મનિષાબેન વકીલ, મંત્રી બ્રીજેશકુમાર મેરજા, દંડક પંકજભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે સહિત જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.