સાયકલ અને ટુ વ્હીલર માટે જરૂરી સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે

*****************

      આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. સાયકલો/વાહનો જેવા વાહનો ઉપર ટીફીન બોક્સ અથવા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી આવી હિંસાત્મક પ્રવૃતિઓ આચરવામાં આવે છે જેથી આવી કોઇ પણ હિંસાત્મક ઘટના ના બને તે માટે જાહેર જનતાને સુરક્ષાની દ્રષ્ટીએ આવી જાહેર જગ્યાઓ પર કોઇની દેખરેખ વગર બીનવારસી હાલતમાં કોઇ સામન મુકવો નહી. જો કોઇ વાહન/સાયકલ સામાન બીનવારસી હાલતમાં મળશે તો પોલીસ તપાસ અર્થે કબજે કરવામાં આવશે. તેમ કલેક્ટરશ્રીના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.  

    આ હુકમ તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.