જમીયત ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા દ્વારા સદભાવના મંચ સિધ્ધપુર ખાતે યોજાયો
જમીયત ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા નો સંયુક્ત સદભાવના મંચનો કાયઁક્રમ હોટલ માઇલસ્ટોન,સિધ્ધપુરખાતે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ, (ઉપ-પ્રમુખ, જમીયત ઉલમા-એ-ગુજરાતના) અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમા મુખ્યઅતિથિ
શ્રીસંજય તુલા સાહેબ, વિશ્ર્વગ્રામ, ગાંધીવિચારધારા વક્તા,શ્રીઅશોકભાઈ વ્યાસ લેખક, શ્રીમહેશભાઇ મુલાણી ધારાશાસ્રી,માનનિય મહંતશ્રી મધુગીરી ગુરૂપરમેશ્ર્વરગીરી જુના ચામુંડા મંદિર પાંડવા-મુકતેશ્ર્વર ઉપસ્થિત રહ્યા હતા.
જમીયત ઉલમા-એ-હિંદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ મેહમૂદ મદની સાહેબ ના આદેશ અનુસાર આજે ૨૮ ઓગસ્ટ નારોજ દેશભરમા સદભાવના મંચના ૧૦૦ જેટલા કાયઁક્રમો યોજાઇ રહયાછે તેના ભાગ રૂપે જમીયત ઉલમા બનાસકાંઠા તથા પાટણ જીલ્લાનો સંયુક્ત કાયઁક્રમ હોટલ માઇલસ્ટોન,સિધ્ધપુર ખાતે હિન્દુ-મુસ્લિમો મોટી સંખ્યામા ઉપસ્થિતી રહ્યા હતા.
આપ જાણોછો કે જમીયત ઉલમા તે ૧૯૧૯મા આઝાદી પહેલાની રાષ્ટ્રીય સંસ્થાછે જેણે દેશની આઝાદીની લડતમા મહત્વપુર્ણ નો ભાગ ભજવ્યો અને દેશમાથી અંગ્રેજોને ભગાવ્યા.જમીયત ઉલમા તે ભારત દેશના તમામ નાગરીકોના હિત-રક્ષણ માટે લડત આપી અવાજ બુલંદ કરનાર સંસ્થાછે જમીયત ઉલમાને ૧૦૦ વર્ષ પુરા થઈ ૧૦૩ વર્ષ મા પ્રવેશ કરી ચુકીછે.વતઁમાન પરિસ્થિતિને જોતા જમીયત ઉલમાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ મેહમૂદ મદની સાહેબે નિર્ણય લીધોકે સદભાવના મંચ ના કાયઁક્રમ યોજી તેમા ધમઁગુરુઓ,સંસ્થાના અગ્રણીઓ તથા બુધ્ધિજીવીઓ સાથે પરામશઁ કરી એકતા,ભાઈચારો અને કોમી એખલાત વધે અને આવા પ્રયાસોથી દેશની પ્રગતિ,વિકાસ ને કોઇ તાકાત રોકી શકશે નહિ અને દેશ ફરી સોનેકી ચીડીયા પુરવાર થશે,માટે આજના સદભાવના મંચના કાયઁક્રમો ભારતના ૨૦ જેટલા શહેરોમા યોજાઇ ગયાછે
આ કાયઁક્રમ મા અતિથિશ્રીઓ એ ખૂબજ સારા દ્રષ્ટાંતો આપી એખલાસ,ભાઇચારા ની ચર્ચા કરી હતી અને આવા કાયઁક્રમો યોજવા જોઇએ જેનાથી પ્રેમ,સોહાદઁમા વધારો થશે જમીયત સદભાવનામંચ ની પહેલને બિરદાવી હતી. મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ પ્રમુખસ્થાનેથી બોલતા જણાવ્યુ હતુ કે આજે દેશની આઝાદીમા જમીયત ઉલમાનો યશશવી ફાળોછે અને અમને આજે પણ સદભાવના ના કાયઁક્રમો યોજવા પડેછે દેશ માટે અમો એક થઈ તેની પ્રગતિનો થાય તે જરુરીછે.મૌલાના ઇમરાન સુપરે આભાર વિધી કરી હતી અને જમીયત ઉલમા બનાસકાંઠા જનરલ સેક્રેટરીએ સફળ સંચાલન ક્યુ હતુ.
કાયઁક્રમ સફળ બનાવવા શાહીદભાઇ સહકાર,મૌલાના અબુલહસન ઓગ્રેનાઇઝર જમીયત ઉલમા-એ-હિદ,મૌલાના અબ્દુલ લતીફ જનરલ સેક્રેટરી,જમીયત ઉલમા પાટણ, મૌલાના મેહમૂદ સાહેબ ઉપપ્રમુખ જમીયત ઉલમા પાટણ,મૌલાના અલાઉદ્રીન મઝાહિરી નાયબ સદર જમીયત બનાસકાંઠા, મોલાના યાહ્યા પ્રમુખ જમિયત ઉલામા સિધ્ધપુર .મોગલ શફીભાઇ વરવાડ ,યાકુબભાઇ હારીજ , અ.રજ્જાક સમી ,કાજી સદ્દરૂદ્દીન દાસજ, હનીફ ભાઈ ફોલાદી.
જાબીરભાઇ જુનકીયા કો-ઓડીનેટર, જમીયત ઓપન સ્કુલ તથા બનાસકાંઠા. પાટણ ના તમામ જમિયત ના કાર્યકર્તા હોટલ માલિક સ્ટાફે
કાયઁક્રમ ને સફળ બનાવ્યો હતો.