કેરળના ઇડુક્કી જિલ્લાના એક ગામમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં એક પરિવારના ઓછામાં ઓછા બે સભ્યો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ લાપતા છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ઘટના થોડુપુઝા પાસેના કંજર ગામમાં બપોરે 2.30 વાગ્યે બની હતી.
બચાવકર્મીઓએ બે મૃતદેહ બહાર કાઢ્યા છે. અન્યની શોધ ચાલુ છે. કેરળના પહાડી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૂલમટ્ટોમ નજીક કંજરની મલૈયાક્કલ કોલોનીમાં થયેલા અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોમાં સોમન, તેની પત્ની જયા, તેમની પુત્રી શિમી, શિમીની ચાર વર્ષની પુત્રી અને સોમનની માતા થેંકમ્મા હતા.